બજારની માહિતી

એસએમઈ પ્લેટફોર્મની ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ અંગેની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છેઃ

  • સમય : ઉક્ત સેગમેન્ટમાં ટ્રેડિંગ બીએસઈ ટ્રેડિંગ પ્લેટફોર્મના સામાન્ય ટ્રેડિંગ સત્ર દરમિયાન કરી શકાય છે.
  • ટિક સાઈઝ : બીએસઈ એસએમઈ સેગમેન્ટમાં ટિક સાઈઝ કંપલસરી રોલિંગ સેટલમેન્ટ સેગમેન્ટ પ્રમાણેની જ છે.
  • ટી + 2 બેસિસ : એસએમઈ સેગમેન્ટમાં ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ ટી + 2 બેસિસ પર કરવામાં આવે છે.
  • ટ્રેડિંગની લોટ સાઈઝ : સેબીએ 21 ફેબ્રુઆરી, 2012ના સર્ક્યુલર દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ઓછામાં ઓછી અરજી અને ટ્રેડિંગની લોટ સાઈઝ રહેશે.ઓછામાં ઓછી ડેપ્થ પણ એક લોટ રહેશે.
  • ટ્રેડિંગ સહભાગીઓ : બજારના બધા સહભાગીઓને બીએસઈ એસએમઈ સ્ક્રિપ્સનું ટ્રેડિંગ કરવાની છૂટ છે.
  • ટેક અપ /ગીવ અપ : મેમ્બર બ્રોકર્સ દ્વારા કસ્ટોડિયલ મેમ્બરોને બીએસઈ એસએમઈ સ્ક્રિપ્સના સોદામાં ફેરફાર કે રદ કરવાની (ટેક અપ /ગીવ અપ) સુવિધા પૂરી પડાય છે.
  • સોદાઓ : બીએસઈ એસએમઈ સ્ક્રિપ્સમાં કરેલા સોદાઓ ફરજિયાતપણે ડિમેટ સ્વરૂપમાં સેટલ કરવાના રહે છે.
  • ક્લોઝ-આઉટ / લિલામ : બીએસઈ એસએમઈ સ્ક્રિપ્સમાં ઘટ (શોર્ટેજીસ) સંબંધિત લિલામ/ ક્લોઝ આઉટની પ્રક્રિયા ફરજિયાત રોલિંગ સેટલમેન્ટ સેગમેન્ટ પ્રમાણે જ થાય છે.
  • ઘટ (શોર્ટેજીસ) : “એમ ” ગ્રુપની શોર્ટેજીસનું લિલામ કરવામાં આવે છે અને : “એમટી ” ગ્રુપની શોર્ટેજીસને ક્લોઝ-આઉટ કરવામાં આવે છે.
  • પતાવટ (સેટલમેન્ટ) : બીએસઈ એસએમઈ સ્ક્રિપ્સ કે જે “એમ ” ગ્રુપ હેઠળ લિસ્ટેડ છે તેનું ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ નેટ બેસિસ પર અને “એમટી ” ગ્રુપનું ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ ગ્રોસ બેસિસ પર કરવામાં આવે છે.