બુક બિલ્ડિંગ

પબ્લિક ઈશ્યુ વિશે

કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાંથી ઈનિશિયલ પબ્લિક ઓફર, રાઈટ ઈશ્યુ અથવા પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા મૂડી એકત્ર કરી શકે છે. ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) એ પ્રાઈમરી માર્કેટમાં કરાતું સિક્યુરિટીઝનું વેચાણ છે.

બુક બિલ્ડિંગ વિશે અધિક માહિતી

બુક બિલ્ડિંગ એ એવી પ્રક્રિયા છે, જેનો વપરાશ કંપનીઓ પબ્લિક ઓફરિંગ્સ – ઈનિશિયલ પબ્લિક ઓફર્સ કે ફોલો-ઓન પબ્લિક ઓફર્સની માગ અને કિંમતના નિર્ધારણ માટે કરે છે. એ એવી યંત્રણા છે કે જેમાં ઓફર માટે બુક ખોલવામાં આવે છે, જેમાં રોકાણકારો પાસેથી ઈશ્યુઅર દ્વારા નિશ્ચિત કરાયેલી પ્રાઈસ બેન્ડની અંદર વિવિધ ભાવોએ બીડ્સ આમંત્રવામાં આવે છે. આ પ્રક્રિયામાં સંસ્થાકીય અને રિટેલ એમ બંને વર્ગના રોકાણકારો સામેલ થાય છે.

પ્રક્રિયાઃ

  • પબ્લિક ઓફર કરવા માગતો ઈશ્યુઅર “બુક રનર્સ’’ તરીકે લીડ મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરે છે.
  • ઈશ્યુઅર ઈશ્યુ કરવામાં આવનારી સિક્યુરિટીઝની સંખ્યા અને પ્રાઈસ બેન્ડની જાણ કરે છે.
  • ઈશ્યુઅર સિન્ડિકેટ મેમ્બર્સની પણ નિમણૂક કરે છે, જેમની પાસે રોકાણકારોએ ઓર્ડર નોંધાવવાના હોય છે.
  • સિન્ડિકેટ મેમ્બરો ઓર્ડર્સને “ઈલેક્ટ્રોનિક બુક ’’માં દાખલ કરે છે. આ પ્રક્રિયાને “બિંડિંગ ’’ કહેવામાં આવે છે અને તે ખુલ્લા લિલામ જેવી છે.
  • બુક સામાન્ય રીતે 5 દિવસ માટે ખુલ્લી રહે છે.
  • બિડ્સ નિર્ધારિત કરવામાં આવેલી પ્રાઈસ બેન્ડની અંદર જ દાખલ કરવાની રહે છે.
  • બુક બિલ્ડિંગ સમયગાળો સમાપ્ત થયા બાદ બુક રનર્સ વિવિધ ભાવોએ મળેલી બિડ્સનંં આકલન કરે છે.
  • બુક રનર્સ અને ઈશ્યુઅર મળીને સિક્યુરિટીઝ ઈશ્યુ કરાવાની હોય એ અંતિમ ભાવ નક્કી કરે છે.
  • સામાન્ય રીતે, શેરોની સંખ્યા ફિક્સ્ડ હોય છે. અંતિમ ભાવ નક્કી થાય એ મુજબ ઈશ્યુનું કદ નક્કી થાય છે.
  • સફળ બિડરોને સિક્યુરિટીઝની ફાળવણી કરવામાં આવે છે. બાકીના રોકાણકારોને નાણાં પરત કરવામાં આવે છે.