બુક બિલ્ડિંગ માટેની માર્ગદર્શિકા

બુક બિલ્ડિંગ પ્રક્રિયા અંગેના નિયમો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઈન્ડિયા (ઈશ્યુ ઓફ કેપિટલ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2009માં આવરી લેવામાં આવ્યા છે.

બીએસઈની બુક બિલ્ડિંગ સિસ્ટમ

  • બીએસઈ બુક બિલ્ડિંગ સોફ્ટવેર દ્વારા બુક બિલ્ડિંગ પ્લેટફોર્મ ઓફર કરે છે, જે બીએસઈના પ્રાઈવેટ નેટવર્ક પર ચાલે છે.
  • આ સિસ્ટમ વિશ્વમાં સૌથી મોટું બુક બિલ્ડિંગ નેટવર્ક છે, જેમાં લીઝ્ડ લાઈન્સ, વીસેટ્સ અને કેમ્પસ લેન્સ મારફતે 350થી અધિક ભારતીય શહેરોમાં ફેલાયેલાં 7000થી અધિક વર્ક સ્ટેશન્સને આવરી લેવામાં આવ્યાં છે.
  • આ સોફ્ટવેર ઈશ્યુના બુક-રનર્સ અને સિન્ડિકેટ મેમ્બર્સ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જેમાં સંપૂર્ણ બિડિંગ પિરિયડ દરમિયાન બિડ્સ કોમ્પ્યુટર મારફત રિયલ ટાઈમ ધોરણે દાખલ કરવામાં આવશે.
  • પારદર્શિતા પૂરી પાડવા માટે સિસ્ટમ ભાવ સામે જથ્થો દર્શાવતા દૃશ્ય ગ્રાફ બીએસઈ વેબસાઈટ પર તેમ જ બીએસઈના બધા ટર્મિનલ પર પૂરા પાડવામાં આવે છે.